સુરતઃશહેરમાંથી વહેતી તાપી નદી છેલ્લા ઘણા સમયથી પાણી વિહોણી હતી પરંતુ છેલ્લા ઘણા દિવસોથી વરસતા વરસાદ અને ઉપરવાસમાં ઉકાઈ ડેમમાંથી એક લાખ છ્યાંસી હજાર ક્યૂસેક પાણી છોડવામાં આવતાં તાપી બે કાંઠે વહેતી થઈ છે તાપી નદી બે કાંઠે વહેતી થતાં જળકુંભી તણાઈ રહી છે તો તાપી નદીના સર્જાયેલા નજારાને જોવા માટે લોકોએ નાવડી ઓવારાથી લઈને રિવરફ્રન્ટ પર ઉમરા સુધી ભીડ જમાવી છે વીક એન્ડ પર તાપી નદીમાં આવેલા પાણીના ભારે પ્રવાહને જોવા માટે લોકો ઉમટી રહ્યાં છેતાપી નદીનું જળસ્તર વધતાં ફ્લડ ગેટ બંધ કરવામાં આવ્યા છે જેના પરિણામે સુરતમાં નીચાણવાળા વિસ્તારો કાદરશાની નાળ - વેડરોડ સહિતના નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા છે જો કે હજુ કોઈ ભય ન હોવાથી તંત્ર દ્વારા અફવાઓથી દૂર રહેવા સતત ચેતવણી આપવામાં આવી રહી છે